120+ Gujarati Suvichar (સુવિચાર)
Gujarati Suvichar: જો તમે જીંદગીમાં ખુશ રહેવા માંગો છો તો એક વાત યાદ રાખજો, કે જે તમારા સાચા સંબંધો હોય તેવા સંબંધોને ક્યારે તૂટવા દેતા નહીં. આજે અમેં તમારા માટે લાવ્યા છીએ ગુજરાતી માં સુવિચાર, જેનાથી તમને જીવનમાં પ્રોત્સાહન મડે. આજના આ સુવિચારો તમને સારા લાગે તો તમે પોતાના મિત્રો સાથે જરૂર શેયર કરજો.
Contents
Gujarati Suvichar
માણસની દાનત ચોખ્ખી હોય તો,
ભગવાન કોઈ ને કોઈ રૂપમાં મદદ જરૂર કરે છે.
પ્રાર્થના એવી રીતે કરો કે બધુ જ
ભગવાન ઉપર જ નિર્ભર છે
અને પ્રયત્ન એવી રીતે કરો કે
બધુ જ તમારા ઉપર જ નિર્ભર છે.
જ્યારે તમે એકલા હોવ
ત્યારે તમારા વિચારો ઉપર કાબુ રાખો
અને જ્યારે તમે બધાની સાથે હોવ ત્યારે
તમારી જીભ ઉપર કાબુ રાખો…
સંબંધોની સિલાઈ જો ભાવનાઓથી થઈ હશે
તો એનો તૂટવું મુશ્કેલ છે અને જો સ્વાર્થથી થઈ હશે
તો એનું ટકવું મુશ્કેલ છે.
સત્ય સુરજ જેવું હોય છે
એ થોડીક વાર સંતાઈ તો શકે છે
પણ એ રહે છે હંમેશા માટે…
પરિસ્થિતિઓ થી માણસ જેટલું તૂટે છે,
એનાથી કેટલાય ગણુ વધારે પરિસ્થિતિઓ માણસને
અંદરથી મજબૂત બનાવી દે છે.
નવા દિવસની દરેક સવાર
આપણી માટે કંઈક નવું લઈને આવે છે
અને દરેક સાંજ આપણને કંઈક શીખવાડીને જાય છે.
ભુલ માણસની જિંદગીનો એક કાગળ છે…
અને સંબંધ આપણી જિંદગીની એક આખી ચોપડી છે…
જરૂર પડે તો એ ભૂલનો એક કાગળ ફાડી નાખજો…
પણ આખી ચોપડીને કોઈ દિવસ ગુમાવતા નહીં…
ધર્મ તો આ બે હાથ જ નક્કી કરી લે છે..
હાથ જોડાઈ જાય તો પૂજા કહેવાય છે,
અને ખુલી જાય તો દુઆ કહેવાય છે.
કિરણ ભલે સૂરજની હોય
કે આશા ની કિરણ હોય
એ આપણી જિંદગી માંથી
અંધકારનો નાશ કરે છે.
ખાલી ખરો નિર્ણય લઈ લેવો
એમાં કંઈ હોશિયારી નથી…
પણ ખરા સમયે ખરો નિર્ણય લેવો
એમાં હોશિયારીની વાત છે.
દુનિયાનો કોઈપણ વ્યક્તિ
બધા જ ગુણોથી ભરપૂર હોતો નથી
એટલે અમુક ખામીઓ ને છોડી દો
અને સંબંધો ટકાવી રાખો…
Suvichar For Gujarati
બધી શબ્દોની જ રમત છે ભાઈ…
મીઠા શબ્દો દવાનું કામ કરે છે
અને કડવા શબ્દો ઘા આપી જાય છે.
સંબંધોની કદર પણ
પૈસાની જેમ કરતા શીખો…
કારણકે બંનેને કમાવવા ઘણા મુશ્કેલ છે
અને ગુમાવવા ઘણા સહેલા છે.
સમયની સાથે ચાલવું એટલું જરૂરી નથી
પણ સત્યની સાથે ચાલવું ખૂબ જ જરૂરી છે,
જો તમે સત્યની સાથે રહેશો તો
એક દિવસ સમય તમારી સાથે જ ચાલશે.
જે લોકો પોતાની ભાવનાઓને
છુપાવી શકે છે, એ લોકો
દિલથી બીજાનું ધ્યાન
વધારે રાખી શકતા હોય છે.
લોકો કહે છે કે જિંદગી ફક્ત એકવાર મળી છે,
પણ જિંદગી નહીં મોત એકવાર મળે છે,
જિંદગી તો આપણને દરરોજ મળે છે.
લખો, ભણો, લડો, ઝઘડો,
હસો, રડો ગમે તે કરો…
પણ જે સપના તમે જોયા છે
એને દરેક કિંમતે પૂરા કરો…
આજના સમયમાં કોઈને
એવી જાણ ન થવા દેતા કે
તમે અંદરથી કેટલા તૂટેલા છો…
કારણ કે લોકો તૂટેલા મકાનની
ઇટો પણ ઉઠાવીને લઈ જતા હોય છે.
જે લોકો પરસેવાની સહી થી
પોતાના નસીબ લખતા હોય છે…
એમના નસીબના કાગળ
કોઈ દિવસ કોરા રહેતા નથી…
દરેક વૃક્ષ ફળ આપે એ જરૂરી નથી,
અમુક વૃક્ષો ફળ નહીં પણ ઠંડો છાંયો આપે છે.
જ્યારે માણસ ધન કમાવીને ઘરે લાવે છે,
એમાંથી ઘરની વસ્તુઓ લાવે છે…
પરંતુ જ્યારે વ્યક્તિ દુવાઓ કમાવે છે,
ત્યારે ધનની સાથે સાથે ખુશી, સ્વાસ્થ્ય
અને પ્રેમ પણ સાથે લાવે છે.
Life Shayari
Motivational Status
Love Quotes
ધીરજ અને સત્યતા
આ બંને એવી વસ્તુઓ છે,
જે તમને ક્યારે પણ કોઈની નજરોમાં
કે કોઈના પગમાં પડવા નહીં દે…
જિંદગીમાં તમે કેટલું ધન કમાયા
એ તમારા પૈસાથી નક્કી નહીં થાય પણ
તમારી અંતિમ વિદાય વખતે
તમારી પાછળ ભીડ કેટલી હતી?
એના પરથી નક્કી થાય છે.
જિંદગીમાં ખુશ રહેવા માંગતા હો તો
પોતાના સંબંધોને સાચવી લો.
સત્ય એવા લોકો માટે જ કડવું હોય છે,
જે લોકો ને ખોટામાં રહેવાની
ટેવ પડી ગઈ હોય છે.
જિંદગીમાં જીતવા માટે
જીદ્ નું હોવું જરૂરી છે…
હારવા માટે તો ફક્ત
એક ડર જ કાફી હોય છે…
જ્યારે આપણે કોઈને માટે
કંઈક સારું કરી રહ્યા હોઈએ,
ત્યારે આપણી માટે પણ
ક્યાંક કંઈક સારું થઈ રહ્યું હોય છે.
Positive Suvichar in Gujarati
જે ચુપ રહે છે એ મૂંગા નથી હોતા
ચૂપ રહેવું એ પણ સંસ્કારો નો ભાગ છે.
વ્યક્તિની સહનશક્તિ
એક ખેંચાયેલા દોરા જેવી હોય છે.
જો એને જરૂરથી વધારે ખેંચવામાં આવે
તો એનું તૂટી જવું નક્કી છે.
જેને ફક્ત બદલાવાની ટેવ હોય
એ ક્યારેય કોઈનો પણ થઈ નથી શકતો
એ પછી સમય હોય કે માણસ..
આ કર્મ પ્રધાન દુનિયા છે સાહેબ…
અહીં કર્મો ને જરા સાચવીને કરજો
કારણ કે અહીં…
ના કોઈની દુઆ ખાલી જાય છે,
ના બદદુઆ…
જે લોકો પોતાની જીભને
કાબુમાં રાખી શકતા હોય છે
એ લોકો સંબંધો સાચવી શકતા હોય છે.
લોકોની નિંદાઓ સાંભળીને કોઈ દિવસ
પોતાનો રસ્તો ના બદલી નાખશો
કારણ કે સફળતા શરમથી નહીં
હિંમત રાખવાથી મળે છે…
જિંદગીમાં તમને રોકવા-ટોકવા વાળો
કોઈ હોય તો એનો આભાર માનજો
કારણ કે જે બગીચાઓમાં માળી નથી હોતા,
એ બગીચાઓ વેર વિખેર થઈ જાય છે…
જિંદગીની તકલીફોથી હારી ના જતા મિત્રો
કારણ કે જિંદગીમાં ક્યારે પણ ક્યાંથી અચાનક
નવો વળાંક આવી જતો હોય છે.
તમારો વ્યવહાર તમારા ઘરનું કળશ છે.
અને તમારી માણસાઈ
તમારા ઘરની તિજોરી છે.
ક્યારે પણ કોઈના ઉપર આંખો બંધ કરીને
વિશ્વાસ ન કરી લેતા મિત્રો…
કારણ કે આ દુનિયામાં લોકો
એટલા પણ સારા નથી કે
જે તમારા વિશ્વાસ ને સાચવી શકે…
દુઆઓ કોઈ દિવસ ખાલી જતી નથી અને
બદદુઆઓ કોઈ દિવસ પીછો છોડતી નથી…
જે તમે બીજાને આપ્યું હશે એ જ તમને
પાછું મળશે પછી એ માન હોય કે અપમાન…
જિંદગીમાં પૂરું તો બધું જ
ધીમે ધીમે થઈ જ રહ્યું છે
બસ એની ખબર આપણને
એક દિવસ અચાનક પડતી હોય છે.
પાપ કરવા નથી પડતા, થઈ જાય છે
અને પુણ્ય થઈ નથી જતા, કરવા પડે છે!..
મૌન રહેવું એક સાધના છે અને
સમજી વિચારીને બોલવું એ એક કળા છે.
તમારા લક્ષ્યના અડધા રસ્તા પર પહોંચી ગયા પછી
કોઈ દિવસ પાછા ન વળતા કારણ કે…
જો તમે પાછા વળશો તો પણ તમને
અડધો રસ્તો પાર કરવો જ પડશે!….
ક્યારે પણ કોઈ ગરીબને જોઈને
એની સાથે સંબંધ ના તોડશો
કારણ કે… જેટલો પ્રેમ-ભાવ
એક ગરીબ ને ત્યાંથી મળે છે
એ અમીરોના ઘરે થી નથી મળતો…
સુવિચાર ગુજરાતીમાં
આ જિંદગી પણ એક અરીસા જેવી છે
જ્યારે તમે હસો છો ત્યારે જ એ પણ હસે છે.
જે સુખમાં સાથ આપે
તે માણસ હોય છે.
અને જે દુઃખમાં સાથ આપે
તે ભગવાન હોય છે.
જિંદગીમાં પ્રેમ ફક્ત ભગવાન અને
તમારા કાર્યની સાથે કરો કારણ કે…
આ બન્ને માંથી કોઈપણ
ક્યારેય દગો નહીં કરે…
સંબંધોનો ગેરફાયદો
ક્યારેય ઉઠાવશો નહીં
કારણ કે સારા માણસો
જીવનમાં વારંવાર નથી મળતા.
સાચું સુખ તો “સુખ” વહેંચીને જ મળે છે
પછી એ “જીત” હોય કે “વિચાર”
જ્યાં સુધી તમે પોતે
તમારા મનથી હાર નથી માનતા,
ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી.
નાના નાના નિર્ણયો લેવાથી જ
એક દિવસ મોટી સફળતા મળે છે.
કોઈની સાથે અપશબ્દ નો
ઉપયોગ કરતા પહેલા
એટલો વિચાર કરજો…
જો આ જ શબ્દો તમને પાછા મળે
તો તમને કેવું લાગશે?
નિસ્વાર્થ ભાવથી તમે સારા કર્મ કરતા રહો
તમારા કર્મ જ તમારો પરિચય આપશે.
માણસ આખી દુનિયા સાથે
જૂઠું બોલી શકે છે,
પણ પોતાની જાત સાથે
ક્યારેય જૂઠું બોલી શકતો નથી.
એ કાર્ય ને કોઈ દિવસ છોડશો નહીં
જે કાર્ય વિશે તમે દરરોજ વિચાર કરો છો…
ભગવાને જેવી બુદ્ધિ
એક સફળ વ્યક્તિને આપી છે,
એવી જ તમને પણ આપી છે…
એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાનો છે,
એ તમારે નક્કી કરવાનું છે.
ગંગાજી માં ડૂબકી લગાવવાથી નહીં
પણ પોતાના વિચારોને બદલવાથી
જિંદગીમાં બદલાવ આવે છે.
જિંદગી માં સમયનો
સદઉપયોગ કરતા શીખો.
દરેક સફળ વ્યક્તિએ
સમયનો સદુપયોગ કરીને જ
સફળતા મેળવી છે.
દુનિયા એની ઉપર જ વિશ્વાસ કરે છે
જેને પોતે પોતાના ઉપર વિશ્વાસ હોય છે
અજવાળા સુધી પહોંચવા માટે
અંધારામાંથી પસાર થવું જ પડશે.
Life Suvichar Gujarati
સોચમાં મોચ આવે ત્યારે
સંબંધોમાં ખરોંચ આવે છે.
કરોળિયો પણ પોતાની જાળમાં
એટલું ફસાયેલો નથી રહેતો.
જેટલું આજનો માણસ
પોતાની માયામાં ફસાયેલો રહે છે.
જીવનમાં પોતાનું કહેવાવાળા
તો ઘણા મળી જશે,
પણ સંબંધ એની સાથે જ રાખજો
જેને મળીને પોતાનાપણું લાગે.
જિંદગી માં ખુશીઓ વધારે જોઈએ
તો પોતાની ઈચ્છાઓ ઓછી કરી દો…
ક્યારેક ક્યારેક ઘણી દૂર સુધી ચાલવું પડે છે…
એ જોવા માટે કે તમારી સાથે કોણ છે?
સમય રહેતા પોતાને બદલી દેવો જોઈએ
કારણ કે જ્યારે સમય આપણને બદલે છે
તો ઘણી તકલીફ થાય છે.
સાથ નિભાવવાની કળા શીખવી હોય
તો એક તાળાથી શીખો
એ તૂટી તો જાય છે, પણ
પોતાની ચાવી ક્યારેય બદલતો નથી!…
માણસ ત્યાં સુધી એ ક્ષણ ની કિંમત
નથી સમજી શકતો, જ્યાં સુધી એ વિતી ને
એક યાદ નથી બની જતી…
માણસ જેવા વિચાર રાખે છે
એવો જ એ પોતે બની જાય છે
અને એવી જ એની જિંદગી બની જાય છે
પૈસા અને નામ કોઈ દિવસ
માણસને ખુશ નથી રાખી શકતા.
જિંદગીમાં જ્યારે માણસ
બધાને ખુશ કરવા જાય છે
ત્યારે એ પોતે પોતાને ખોઈ દે છે.
પાન ખર્યા વગર તો ડાળીઓ પર
નવા પાંદડા પણ નથી ઉગતા,
તો તમને મહેનત કર્યા વગર
સફળતા કેવી રીતે મળી જશે?..
જેટલો પ્રેમ તમે તમારી જિંદગીને કરશો…
એટલો જ પ્રેમ જિંદગી પણ તમને કરશે…
આ જિંદગીને એટલું પણ
મરી મરીને ના જીવશો
કારણ કે અહીંથી જીવતું બચીને
કોઈ નહીં નીકળી શકે…
મિત્રતા જો દિલથી હોય છે
તો એ જિંદગીભર સુધી ચાલી શકે છે.
વાત તો ફક્ત વિશ્વાસની હોય છે,
બાકી 100 – 200 રૂપિયાના
તાળા ના વિશ્વાસ પર આપણે લાખો
રૂપિયાનો સામાન મૂકીને જઈએ છીએ.
જિંદગીના કાર્યો સહેલા હોતા નથી…
કાર્યોને સહેલા બનાવવા પડે છે…
બેસવું હોય તો થાકીને બેસો…
પણ હારીને નહીં…
કદાચ એક પ્રયત્ન થી
તમને સફળતા મળી જાય!…
જે વ્યક્તિને તમે બદલી નથી શકતા
એવી વ્યક્તિ પાછળ તમે
પોતાનો સમય બરબાદ ન કરો…
જિંદગીમાં બધું મળી જાય
તો તમે કયા લક્ષ્ય થી જીવશો
એટલે દિલમાં ઈચ્છાઓ નું હોવું
પણ જરૂરી છે.
Gujarati Suvichar Good Morning
વાત કબર ની હોય કે કોઈ ખબર ની
એને ખોદવાનું કામ આપણા
પોતાના જ કરતા હોય છે!…
જ્યાં સુધી તમારા પોતાની અંદર સચ્ચાઈ નહીં હોય,
ત્યાં સુધી તમે બીજામાં ગમે તેટલી શોધી લો…
તમને સચ્ચાઈ ક્યાંય નહીં મળે.
કોઈને સમય આપવો
એને પૈસા આપવાથી વધારે મહત્વ નું છે.
તમે તમારી જિંદગીને
જેટલો પ્રેમ કરશો…
જિંદગી પણ તમને
એટલો જ પ્રેમ આપશે.
આજના સમયમાં સંબંધો બગડવાના
મુખ્ય કારણ એ પણ છે કે લોકો હવે
નમવાનું પસંદ નથી કરતા!…
પોતાના મન અને ભાવનાઓને
જે વ્યક્તિ કાબુમાં રાખી શકે છે.
એ વ્યક્તિ એક દિવસ
ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે.
ક્યારે પણ એવો વિચાર ન કરતા કે…
તમે એકલા છો પણ એવું વિચારજો કે
હું એકલો જ બધે પહોંચી વળીશ…
જો ખોરાકમાં ઝેર ભડેલું હોય
તો એનો ઉપાય છે…
પણ જો વિચારોમાં ઝેર ભરાઈ જાય
તો એનો કોઈ રસ્તો નથી…
જવાબદાર બનો અને એવા કામ કરો કે
જેનાથી સકારાત્મકતા અને
પ્રેમમાં વધારો થાય…
જે વ્યક્તિ તમારી સામે બીજા માટે
ખરાબ બોલી શકે છે…
એ વ્યક્તિ બીજાની સામે
તમારા માટે પણ ખરાબ જ બોલતું હશે…
તમારી પાસે પૈસા કેટલો છે
એ મહત્વનું નથી પણ…
તમે કોઈને સમય કેટલો આપી શકો છો
એ મહત્વનું છે.
વિતેલો સમય, બોલેલા શબ્દ
અને તૂટેલો વિશ્વાસ
આ ત્રણ વસ્તુઓ જિંદગીમાં
ક્યારેય પાછી આવી શકતી નથી.
જો તમે તમારી નિયત ચોખ્ખી રાખશો
તો ઈશ્વર તમને કોઈ પણ રૂપમાં
આવીને મદદ કરી જ જશે.
કોઈ તમને પૂછે કે તમે કેમ છો?
તો “હું મજામાં છું” એ તો તમે બધાને કહી શકો છો…
પણ “હું મૂંઝવણમાં છું”
એ તમે બધાને કહી શકતા નથી.
આજકાલ માણસની ખુશીઓ પણ
કાચ જેવી થઈ ગઈ છે, બધા ને ખૂચ્યાં જ કરે છે.
માણસનો અંતિમ સમય જ્યારે આવે ત્યારે
તેણે જિંદગીથી શું પ્રાપ્ત કર્યું,
એ નથી વિચારતો પણ એની આસપાસ
કેટલા સંબંધો છે, એ વિચારે છે.
જિંદગીમાં સબંધો વધારે હોવા જરૂરી નથી
પણ જેટલા સંબંધો આપણી પાસે છે,
એમને સાચવવા જરૂરી છે.
આમ તો એક ઓઢણી ની કિંમત
100 – 150 રૂપિયા હોય છે પરંતુ એને
જ્યારે માથા પર ઓઢીએ ત્યારે આપણી
કરોડોની ઈજ્જતને એ સાચવી લે છે.
જે લોકો ભૂતકાળમાં જીવતા હોય છે
એ ખરેખર પોતાનું ભવિષ્ય બગાડતા હોય છે
માણસે વર્તમાનમાં જીવીને અને ભવિષ્ય સાચવવું જોઈએ.
જિંદગીમાં જ્યારે કોઈ
હાથ અને સાથ બંને છોડી દે છે
તો ઉપરવાળો કોઈને કોઈ
આંગળી પકડવા વાળા ને મોકલી દે છે.
સારા સુવિચાર
તમારા જીવનની ચાલ ને તમે ત્યારે જ સમજી શકશો…
જ્યારે તમે ધૂળને ગુલાલ સમજી શકશો…
જિંદગી બદલવા માટે
તકલીફો સાથે લડવું પડે છે.
અને સહેલી કરવા માટે
તકલીફોને સમજવું પડે છે.
જિંદગીમાં ક્યારેક ભૂલ થઈ જાય
તો આ ત્રણ કામ જરૂર કરજો…
ભુલને સ્વીકારી લેજો, ભૂલને સુધારી લેજો
અને ફરી જિંદગીમાં ક્યારેય
એવી ભૂલ ફરીથી ન કરતા.
તમારા સ્વાર્થના લીધે,
કોઈનું દિલ ના દુખાય…
બસ એટલું ધ્યાન રાખો,
બાકી બધું ભગવાન પર છોડી દો.
દિલના સાચા લોકો જિંદગીમાં ભલે
એકલા રહી જાય છે પણ એ લોકોની સાથે
ઈશ્વર હંમેશા હોય છે.
બીજાને રસ્તા દેખાડવામાં
એટલા મશગુલ ન બની જાઓ કે
તમારી મંઝિલ તમારા સામે હોય
અને તમને ખબર પણ ન પડે!..
જિંદગીમાં એ કામ કરવામાં
ઘણી મજા આવે છે જે કામ વિશે
લોકો એમ વિચારતા હોય છે કે
આ કામ તારાથી ન થઈ શકે!..
આજના સમયમાં જિંદગી નાની નથી પણ
લોકો જીવવાનું મોડા શરૂ કરે છે…
જ્યાં સુધી કંઈ સમજણ પડે ત્યાં સુધી
એમનો સમય પૂરો થઈ જવા આવે છે…
ગુસ્સામાં ક્યારે પણ ગમે તેમ ન બોલી જાવ…
સમય જતા ગુસ્સો તો જતો રહેશે
પણ બોલેલી વાતો પાછી નહીં જાય.
સૃષ્ટિનો એક નિયમ છે જે તમે બીજાને આપશો
એ જ તમને કુદરત પાછું આપશે પછી એ ધન હોય,
અન્ન હોય, પ્રેમ હોય, નફરત હોય,
માન હોય કે અપમાન હોય…
જે લોકો જિંદગીના
કડવા ઝેર જેવા અનુભવ પી ને પણ
જીવી જાય છે ખરેખર એ જ લોકો જીવતા શીખી જાય છે.
સમય, વિશ્વાસ અને ઈજ્જત
એ એવા પંખીડા છે,
જે એકવાર ઉડી જાય
તો ફરી પાછા નથી આવતા…
જિંદગીમાં બધા રસ્તા ક્યારેય
બંધ નથી થતા, પણ લોકો
હિંમત હારી જતા હોય છે.
જે લોકો સમયસર આ વાત સમજી જાય છે કે…
તેમને વ્યક્તિઓ સાથે પ્રેમ કરવાનો છે વસ્તુઓનો
ફક્ત ઉપયોગ કરવાનો છે એવા લોકો
જિંદગીમાં સમય પર સુખી થઈ જાય છે.
આપણને જે વાતનો ડર લાગતો હોય
એવા કામ જ્યારે આપણે કરવા લાગીએ
ત્યારે જ આપણે અંદરથી નીડર બની શકીએ છીએ.
કામ થી થાકીને જરૂર આરામ કરી લેજો પણ
કોઈ દિવસ હારીને ના બેસી જતા એક કાર્ય નિષ્ફળ થવાથી,
આખી જિંદગી ક્યારેય નિષ્ફળ નથી બની જતી…
માણસના વિચારો કરતા એની
ભાવનાઓ વધારે મહત્વની હોય છે.
જ્યાં સુધી તમને તમારું લક્ષ્ય પ્રાપ્ત ન થાય
ત્યાં સુધી રોકાશો નહીં, હિંમત ના હારશો કારણ કે…
પહાડમાંથી નીકળેલી નદીએ ક્યારેય રસ્તામાં
રોકાઈને એમ નથી પૂછ્યું કે સમુદ્ર કેટલે દૂર આવેલું છે?..
માણસ ના તો ભૂતકાળને બદલી શકે છે ના ભવિષ્યકાળને…
માણસના હાથમાં કંઈ છે, તો ફક્ત એનો વર્તમાન
વર્તમાન સુધરશે તો જ ભવિષ્ય સુધરશે.
ક્યારેક ક્યારેક આપણે કોઈના વિશે
કંઈક વધારે જ વિચારી લઈએ છે પણ
હકીકતમાં જ્યારે જોઈએ તો એમ લાગે છે કે
આપણને કોઈના વિશે એટલું બધું
વિચારવાની જરૂર નથી હોતી!.
ભગવાનની સામે ફક્ત પ્રાર્થના જ નહીં
પણ એમનું ધ્યાન પણ ધરો…
પ્રાર્થનામાં આપણે ભગવાન સાથે
વાત કરતા હોઈએ છીએ
અને ધ્યાનમાં ભગવાન
આપણી સાથે વાત કરતા હોય છે.
સમય અને પરિસ્થિતિ
ક્યારે પણ બદલાઈ શકે છે એટલે…
ક્યારે પણ કોઈનું અપમાન ન કરતા અને
કોઈને લાચાર ન સમજતા…
તમે બળવાન હોઈ શકો છો,
પરંતુ સમય તમારા કરતાં વધુ બળવાન છે.
સંબંધોને સાચવવા માટે બુદ્ધિ નહીં પણ
દિલની શુદ્ધિ હોવી જરૂરી છે…
સાચું કહો, ચોખ્ખું કહો અને મોઢા પર કહો
જે આપણો હશે એ સમજી જશે
અને જે પારકો હશે એ દૂર થઈ જશે…
માન અને સન્માન ના ઝઘડામાં જો
ક્યારેક એકલા રહી જાઓ તો રહી લેજો,
પણ કોઈની સામે નમી ન જતા કારણકે
જ્યારે તમે પોતાનું સન્માન કરશો ત્યારે જ તમે
બીજાની નજર માં માન પામી શકશો..
જે વ્યક્તિ સાચું અને ચોખ્ખું મોઢા પર કહી દેતા હોય છે.
એ વ્યક્તિ આપણને કડવા અને કઠોર જરૂર લાગે છે.
પણ એવા વ્યક્તિ કોઈ દિવસ કોઈને દગો કરતા નથી.
સાવરણી જ્યાં સુધી બંધાયેલી હોય છે,
ત્યાં સુધી એક કચરાને સાફ કરે છે પણ..
જ્યારે એ છૂટી પડી જાય છે, ત્યારે એ પોતે
કચરો બની જાય છે. એટલે જ પોતાના
સંબંધોથી બંધાયેલા રહો…
કારણકે અનેકતામાં એકતા છુપાયેલી છે.
જેમ ઉકળતા પાણીમાં
આપણો પડછાયો દેખાતો નથી.
એ જ રીતે જ્યારે આપણું મન
દુવિધા માં હોય ત્યારે આપણે
સાચો નિર્ણય પણ લઈ શકતા નથી…
એટલે મન ને શાંત રાખો
બધી તકલીફો નો રસ્તો દેખાઈ જશે.
so nice,
beautiful like this line.
Superb.